ડિસ્ક્લેમર

કૃપા કરીને બુકિંગ પહેલાં આ વાંચી લો. આ ડેવલપરના પોતાના શબ્દો છે: ડેવલપરે જારી કરેલું ગુજરાતી લખાણ, કોઈ ફેરફાર વગર.

  1. તમામ બાંધકામ કાર્યમાં સ્ટાન્ડર્ડ ગુણવત્તાની સામગ્રી વાપરવામાં આવશે. માપ, ડિઝાઈન અને સ્પેસિફિકેશનમાં ફેરફાર કરવાનો અધિકાર ડેવલપર પાસે રહેલો છે, અને આવા ફેરફાર તમામ સભ્યોને બંધનકર્તા રહેશે. બહારના ફેરફાર કે સુધારા સખત પ્રતિબંધિત છે.
  2. ડેવલપમેન્ટ ચાર્જ, GST, ડોક્યુમેન્ટેશન ચાર્જ, સ્ટેમ્પ ડ્યુટી, G.E.B. મીટર ડિપોઝિટ અને અન્ય લાગુ પડતા ચાર્જ અલગથી ભરવાના રહેશે.
  3. દરેક સભ્યે, લાગુ પડે તે મુજબ, મેન્ટેનન્સ ચાર્જ અલગથી ભરવાનો રહેશે.
  4. બાકી નીકળતી તમામ રકમ અને હિસાબના પૂર્ણ અને આખરી સેટલમેન્ટ પછી એક મહિનાની અંદર કબજો સોંપવામાં આવશે.
  5. ગ્રાહકની માંગણી મુજબનું કોઈ પણ વધારાનું કે એક્સ્ટ્રા કામ ગ્રાહકના ખર્ચે કરવામાં આવશે. તેનો અંદાજ પહેલાં આપવામાં આવશે અને લાગુ પડતી રકમ એડવાન્સમાં ભરવાની રહેશે.
  6. જરૂર પડે તે મુજબ કોઈ પણ ફેરફાર કરવાનો સંપૂર્ણ અધિકાર ડેવલપર પાસે રહેલો છે.
  7. આ બ્રોશર કોઈ પણ કરાર કે કાયદાકીય દસ્તાવેજનો ભાગ નથી. તે ફક્ત પ્રોજેક્ટની સામાન્ય પ્રસ્તુતિ અને ચિત્રણ માટે છે.

આ વેબસાઇટ પર ઘરો અને પરિસરનાં ચિત્રો કલાકારની કલ્પના પર આધારિત છે. ફ્લોર પ્લાનનાં માપ ડેવલપરે જારી કરેલાં ડ્રોઈંગ મુજબ છે.